મીટીંગ:વિધાનસભામાં પ્રતિનિધિત્વ ઘટતા જૈન સમાજની તાકીદની મીટીંગ મળી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજના તમામ ફીરકાઓને એક થવા આગેવાનો દ્વારા અનુરોધ કરાય
  • જામનગરમાં ઉમેદવારી નહીં મળે તો આકરા નિર્ણય લેવાની ચર્ચા કરાઈ

ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ ઘટતા જામનગરમાં જૈન સમાજની તાકીદની મીટીંગ મળી હતી. જેમાં જામનગરમાં ઉમેદવારી નહીં મળે તો આકારો નિર્ણય કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત જૈનસમાજના તમામ ફીરકાઓને એક થવા આગેવાનોએ અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભામાં સતત ઘટી રહેલા જૈન સમાજના પ્રતિનિધિત્વના મુદે શનિવારે જામનગરમાં ઓશવાળ સેન્ટરમાં સમસ્ત જૈન સમાજની અગત્યની તાકીદની મીટીંગ મળી હતી. જેમાં જૈન સમાજના પ્રતિનિધિત્વ તથા ઉત્કર્ષ સંબંધે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાત વિધાનસભામાં જૈન સમાજના 18 ધારાસભ્ય હતાં. પરંતુ આજે તેમની સંખ્યા ઘટીને ફકત 4 થઇ ગઇ છે.

આથી ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો. જો જામનગરમાં જૈન સમાજને ઉમેદવારી નહીં મળે તો આકારા નિર્ણય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જૈન સમાજના પરેશ શાહ, વી.પી.મહેતા, આર.કે.શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...