અરેરાટી:ઓખા-સોમનાથ ટ્રેન હેઠળ અજાણ્યાે યુવાન કપાઇ ગયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનાલુસ નજીક બનેલી ઘટનાથી અરેરાટી

જામનગર નજીક કાનાલુસ રેલવે સ્ટેશન પાસે મંગળવારે રાત્રે ઓખા તરફ જઇ રહેલી પેસેન્જર ટ્રેન હેઠળ એક અજાણ્યા યુવાનનું કપાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતુ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતક યુવાનની ખોપરી તથા દેહના ટુકડા થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાનાલુસ રેલવે સ્ટેશન નજીક મંગળવારે મોડી રાત્રે ઓખા-સોમનાથ પેસેન્જર ટ્રેનના એન્જિન હેઠળ એક અજાણ્યા યુવાનનું કપાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યુ હતું. અકસ્માત એટલો ભયંકર હતો, કે મૃતક યુવાનની ખોપરી ફાટી ગઈ હતી, ઉપરાંત તેના હાથ પગ અને ધડ વગેરે પણ જુદા થઈ ગયા હતા.

સમગ્ર મામલાની જાણ મેઘપર પોલીસ સ્ટેશન કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહની ઓળખ કરવા માટે જામનગરની જી.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...