SPની કડક કાર્યવાહી:ફરજ છોડી કાળા કાંચવાળી નંબર પ્લેટ વીનાની ખાનગી કારમાં ફરી રહેલા સીટી-સી ડીવીઝનનો અનાર્મ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેની ફરજ દરમ્યાન એક કોન્સ્ટેબલ ફરજ છોડીને પોલીસલાઇન વિસ્તારમાં કાળા કાંચવાળી નંબર પ્લેટ વીનાની પ્રાઇવેર કારમાં જોવા મળતા આ બાબતે યોગ્ય ખુલાશો નહીં કરતા એસપી દ્વારા કડક પગલા લઈને આ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસબેડામાં ચર્ચા વ્યાપી હતી.

જામનગર સીટી-સી ખાતે ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા પોતાની ફરજ દરમ્યાન કાયદેસરની પોલીસ સ્ટેશન ખાતેની ફરજ છોડી પોલીરાલાઇનમાં પ્રાઇવેટ કાર જેમાં કાળા કાંચ લગાવેલ અને નંબરપ્લેટ વગરની લઇને મળી આવેલ હતો, તેમજ પોલીસ ખાતાની ચાલુ ફરજે દાઢી કરેલ ન હોય, સીવીલ કપડામાં મળી આવેલ જેનો કોઇ ચોકકસ ખુલાશો કરી શકેલ નહીં દરમ્યાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલ હોય અને સીટી-સી પોલીસ સ્ટેશન ખાતેનું ફરજનું સ્થળ છોડેલ હોય જે પોલીસ વિભાગને ન શોભે તેવું શિસ્ત વિરુધ્ધનું ગેરવર્તન કર્યાનું પ્રથમ રીતે જણાઇ આવ્યું હતું.

ગત તા.3-3-2023 ના સાંજના સુમારે પોલીસ અધિક્ષક હેડ કવાર્ટરની વિઝિટ કરેલ તે દરમ્યાન તેઓ હેડ કવાર્ટર ખાતે પોતાની સીટી-સી ડીવીઝનની કાયદેસરની ફરજ છોડીને પોલીસલાઇનમાં ગયાનું જાણમાં આવ્યુ હતું, આમ જીલ્લા પોલીરાવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કરજમાં ગંભીર ગેરવર્તણુંક દાખવનાર છત્રપાલસિંહ જાડેજાને ફરજ મોકુફ હેઠળ મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...