તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં લાઈવ કેસીનો નામનો ઓનલાઈન જુગાર રમતો શખસ ઝડપાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા.12,150ની રોકડ કબ્જે કરી આરોપીની ધરપકડ કરતી પોલીસ

જામનગરમાં મોબાઇલમાં એપ્લીકેશન પર લાઇવ કેસીનો નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા એક શખસને પોલીસે રૂા.12,150ની રોકડ સાથે પકડી પાડયો છે.

શહેરના ગુલાબનગરમાં દયાનંદ સોસાયટી શેરી.નં.2માં રહેતો શખ્સ હિરેન સવજીભાઇ સોનગરા, ગુલાબનગરમાં ભાનુ પેટ્રોલ પંપની સામે શિવ પાનની દુકાન પાસે ઉભો રહીને પોતાના મોબાઇલમાં મહાદેવ બેટ નામની આઇ.ડી. (એપ્લીકેશનમાં લાઇવ) કેસીનો નામની રમત પર હારજીત કરી જુગાર રમતો હોવાથી પોલીસે દરોડો પાડી હિરેન જુગાર રમાડતો આબાદ પકડાઇ ગયો હતો. પોલીસે આ શખસના કબ્જામાંથી રૂા.10,150ની રોકડ, 1 મોબાઇલ સહિત રૂા.12,150નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...