દુખદ:શહેરમાં ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાંબી સારવારમાં અમદાવાદમાં મૃત્યુ

જામનગરમાં રામનાથ કોલોની ખાતે રહેતા એક વૃધ્ધા લગભગ સવા માસ પુર્વે ખાટલા પરથી પડી જતા ઇજા પહોચતા તેઓનુ અમદાવાદની હોસ્પીટલમાં સારવારમાં મૃત્યુ થયુ હતુ. જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં રામનાથ કોલોનીમાં રહેતા કલાબેન ભભૂતગીરી ગોસ્વામી (ઉ.વ.67) નામના વૃધ્ધા ગત તા.29/10ના રોજ રાત્રે ઘરે ખાટલા પરથી અકસ્માતે નીચે પડી જતા માથા સહિત શરીરે ઇજા થઇ હતી જેથી તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં લઇ જવાયા હતા.ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડાયા હતા.

જયાં લગભગ સવા માસની લાંબીસારવાર દરમિયાન તેઓનુ ગત તા.4/12ના રોજ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના પુત્ર જીતેન્દ્રભાઇ ભભૂતગીરી ગોસ્વામીએ સીટી એ પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...