તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નાસ્તો લેવા નીકળેલા વૃદ્ધનું મોટર બાઈક હડફેટે મોત

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધના પુત્રની ફરિયાદના આધારે તપાસ
  • ગુનો નોંધી બાઈકચાલકની શોધખોળ

જામજોધપુર તાલુકાના મહિકી ગામે બાળકો માટે નાસ્તો લેવા નીકળેલા વૃદ્ધને મોટરસાયકલે ઠોકર મારતા ગંભીર ઈજા પામવાથી વૃદ્ધનું મોત નિપજ્યું છે. પોલીસે બાઈકચાલકની શોધખોળ હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના મહિકી ગામના પાટિયા પાસે ગુરૂવારે સાંજે છએક વાગ્યાના સુમારે બાળકો માટે નાસ્તો લેવા ઘરેથી નીકળેલા કમાભાઈ લાખાભાઈ ધામેચા (ઉ.વ.65) નામના વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે આવેલા મોટરસાયકલ જીજે-10-બીએસ 8413ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારતા તેમને માથાના ભાગે તેમજ હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને હોસ્પિટલ લઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તેમનો પુત્ર સુરેશભાઈએ મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની જાણ થતાં જ પરિવાર પર વજ્રઘાત થયો હતો. ગામમાં કરૂણતા છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...