કરુણાંતિકા:નંદીની નદીમાં ન્હાવા પડેલા વૃદ્ધનું ડુબી જવાથી માેત

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર સહિત અપમૃત્યુના 4 બનાવ
  • દિ.પ્લોટમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

જામનગર શહેર તેમજ ખીજડીયા, મોટી લાખાણી અને લાલપુરમાં ચાર શખસોના અકાળે મૃત્યુ થયા છે, જેમાં ઝેરી દવાનાે છંટકાવ કરતા, ઝેરી દવા પી લેતા, ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમજ પાણીમાં ડુબી જવાથી તેમના મૃત્યુ થયા હાેવાનું પોલીસમાં જાહેર થયું છે. ખીજડીયા બાયપાસ પાસે આવેલી જયસુખ જમનભાઇ ભંડેરીની વાડીમાં કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહેલા તુલસીભાઇ આંબાભાઇ ગલાણી (ઉ.વ.54) ની અચાનક તબીયત બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં, જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

બીજા બનાવમાં જામનગર તાલુકાના મોટી લાખાણી ગામે ભાગમાં રાખેલી વાડીમાં રહેતા ઇડુભાઇ જુલીયા નામના યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં જામનગર શહેરના દિ.પ્લોટ-58માં ગોળના ગોડાઉનવાળી શેરીમાં રહેતા ગંજાનદ મનોહર માેહિતે (ઉ.વ.33) નામના યુવાનને ઘરમાં ઇલેકટ્રીક વાયરમાં શોક લાગતા તેનું મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ચોથા બનાવમાં જામનગર નજીક મેઘપર પાસે નંદીની નદીમાં ન્હાવા પડેલા મનોજ માલદેભાઇ સાદીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ ડુબી જતાં કોઇએ 108ને ફોન કરતા તેમને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે જી.જી.માં ખસેડવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...