દુર્ઘટના:જામનગરના લાખોટા તળાવ પર વૃદ્ધને ગાયે પછાડી દેતા મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાગામ ઘેડમાં પુત્રવધૂ રિસામણે ચાલી જતાં સાસુનો આપઘાત

જામનગર શહેરમાં ગાયોના ત્રાસથી નિર્દોષ લોકોના મૃત્યુનો વધુ એક બનાવ નોંધાતા ભારે ચકચાર જાગી છે. પક્ષીઓને ચણ નાખવા જઈ રહેલા વૃદ્ધને ગાયે ઢીંક મારીને પછાડી દેતા ગંભીર ઈજા થવાથી વૃદ્ધનું મૃત્યુ થયું છે. જ્યારે બીજા બનાવમાં દીકરાની વહુ રિસામણે ચાલી જતા તેની સાસુએ એસિડ પીને આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નવી વાત નથી. તંત્રના લાખ દાવાઓ છતા આ ત્રાસ દૂર થયો નથી. લોકોના હાથ-પગ ભાંગે છે તેમજ ઘણી વખત જીવ પણ જાય છે છતાં પણ તંત્ર મુકપ્રેક્ષક બનીને જોતું રહે છે.

આવી જ એક આંખ ખોલનારી ઘટના શહેરના લાખોટા તળાવ પાસે બની છે જેમાં પોતાના ઘરેથી પ્રવીણભાઈ બાબુભાઈ નંદા (ઉ.વ.60) સાંઈરામ પાનની દુકાને જતા હતા તે દરમિયાન લાખોટા ગેઈટ નં.2 અને 3ની વચ્ચે કબૂતરોને ચણ નાખવા માટે પહોંચતા એક ગાયે ભુરાઈ થઈ પ્રવીણભાઈના સ્કૂટર સાથે જોરદાર ટક્કર મારીને તેમને પાડી દેતા તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે.

શહેરના મધુવન સોસાયટી નવાગામ ઘેડમાં રહેતી જમનાબેન ગોવીંદભાઈ જમારીયા (ઉ.વ.45) નામની પરિણીતાના પુત્રની પત્ની એટલે કે જમનાબેનના પુત્રવધૂ રિસામણે ચાલ્યા જતાં લાગી આવતા જમનાબેને પોતાના હાથે ઘરે એસિડ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...