જામનગર શહેરની ભાગોળે સમર્પણ હોસ્પીટલ રોડ પર બાલમુકંદ નગર વિસ્તારમા઼ ગાયને રોટલો દેવા માટે રોડ સાઇડ પર ઉભા રહેલા વૃધ્ધાને કોઇ અજાણ્યા બાઇકચાલકે ઠોકર ચડાવીને ઇજા પહોચાડયાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે ઘવાયેલા વૃધ્ધાની ફરીયાદ પરથી ગુનો નોંધી અકસ્માત સર્જીને નાશી છુટેલા અજ્ઞાત બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના સમર્પણ હોસ્પીટલ રોડ પર રેલ્વે ફાટકની બાજુમાં બાલમુકુંદનગરમાં રહેતા નાથીબેન રામજીભાઇ સોનગરા (ઉ.વ. 70) નામના વૃધ્ધા ગત તા. 14ના રાત્રે પોતાના ઘરની બહાર રોડ ઉપર ગાયને રોટલો નાખવા માટે રોડની કિનારી પર ઉભા હતા. જે વેળાએ અચાનક પુરપાટ વેગે ધસી આવેલા એક બાઇકચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં વૃધ્ધાને હાથ-પગના ગંભીર ઇજા પહોચતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયા હતા.આ અકસ્માત સર્જી અજ્ઞાત બાઇકચાલક નાશી છુટયો હોવાનુ ખુલ્યુ હતુ. આ બનાવ મામલે ઇજાગ્રસ્ત વૃધ્ધાની ફરીયાદ પરથી પોલીસે અકસમાતનો ગુનો નોંધી નાશી છુટેલા ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય બનાવમાં લાલપુરના પ્રણામી પેટ્રોલ પંપથી હરીપર પાટીયા પાસે જતા માર્ગ પર પંકિતબેન દિનેશભાઇ પટેલ (રે. ભગીરથ પાર્ક સોસાયટી, નોબલ સ્કુલ પાસે,કૃષ્ણનગર, અમદાવાદ) નામની યુવતિ સ્કુટર પર પસાર થઇ રહી હતી જે વેળાએ એક ફોર વ્હીલના ચાલકે તેઓને હડફેટે લઇ અકસ્માત નિપજાવી નાશી છુટયો હતો. જે અકસ્માતમાં સ્કુટરસવાર યુવતિને પગના ભાગે ફ્રેકચર સહિત શરીરે ઇજા પહોચ્યાનુ જાહેર થયુ હતુ.આ બનાવની ફરીયાદના આધારે લાલપુર પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.