વૃદ્ધની કરપીણ હત્યા!:દ્વારકા નજીક કચ્છના વૃદ્ધની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો

દ્વારકા નજીક ત્રણ કિલોમીટર દૂર ધોરી માર્ગ પર બાવળની ઝાડીઓ વચ્ચે વૃદ્ધની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બોથડ પદાર્થના ધા ફટકારી અંજાર તાલુકાના વીરા ગામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કોણે અને કયા કારણે કરી? તે બાબતે તાગ મેળવવા સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક ધોરી માર્ગ પર આવેલી હોટેલની બાજુમાં બાવળની ઝાડીઓમાંથી આજે બપોરે એક વૃદ્ધની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વીરા ગામના વૃદ્ધને માથાથી પગ સુધીના ભાગે બોથડ પદાર્થના ઘા મારી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

કચ્છના 70 વર્ષીય મેમાભાઈ પાચાભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી હોવાની જાણ થતાં દ્વારકા પોલીસના પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધની હત્યા કયા કારણોસર? કોના દ્વારા ? અને કયા સંજોગોમાં ? કેવી રીતે થઈ? આ બાબતનો તાગ મેળવવા માટે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી, પોસ્ટમોર્ટમ અર્થે લાશને ખસેડી હતી. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...