તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મધમાખીના ઝૂંડના ડંખથી વૃદ્ધાનું મોત

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પટેલનગર વિસ્તારમાં રહેતા ચંદ્રીકાબેન ગાંડાલાલ વાઘેલા (ઉ.વ.60) ગત તા.25ના પટેલનગર વિસ્તારમાંથી ચાલીને જતા હતા ત્યારે મધપુડામાંથી ઉડેલા મધમાખીઓના ઝુંડનુ આખા શરીરે ચોંટી કરડતા બેભાન થઈ જતાંં સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

બનાવની જાણ મૃતકના પુત્ર શૈલેષભાઇએ કરતા પોલીસ દોડી હતી. પટેલનગરમાં ઉડેલી મધમાખીઓએ કરડવાથી વૃધ્ધાએ જીવ ગુમાવતા આ બનાવથી રહીશોમાં ભયનું લખલખુ પ્રસરાવી દીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...