ભારે અરેરાટી:જામનગરમાં ઘરની બાલકનીમાંથી નીચે પટકાતા ઘવાયેલા વૃદ્ધનું મોત

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવાઈ ચોક નજીક નાગર ચકલા વિસ્તારનો બનાવ
  • ટોડા સીમમાં અગમ્ય કારણોસર પરપ્રાંતિય શ્રમિકનો આપઘાત

જામનગરના હવાઇ ચોક નજીક નાગર ચકલા વિસ્તારમાં ઘરની બાલકનીમાંથી રાત્રે અકસ્માતે નીચે પડી જતા ઘવાયેલા વૃધ્ધનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.જયારે કાલાવડના ટોડા ગામની સીમમાં વાડીએ કોઇ અકળ કારણોસર પરપ્રાંતિય શ્રમિક યુવાને ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ સામે આવ્યો છે.

જામનગરમાં હવાઇ ચોક નજીક નાગર ચકલા વિસ્તારમાં રહેતા પ્રદિપભાઇ બાલાભાઇ વિશાણી (ઉ.વ.60) નામના વૃધ્ધ ગત તા.01ના મોડી રાત્રે પોતાના ઘરની બાલકનીમાંથી અકસ્માતે નીચે પટકાઇ પડયા હતા.આથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં ટુંકી સારવારમાં તેનુ મૃત્યુ થયુ હતુ.આ બનાવની મૃતકના પુત્ર મોહીતભાઇ વિશાણીએ જાણ કરતા સીટી એ પોલીસ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

જયારે કાલાવડના ટોડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મુળ દાહોદના વતની મીથુનભાઇ (ઉ.વ.35) નામના યુવાને વાડીએ ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હતુ.આ બનાવની વાડીમાલિક હેંમતસિંહ ઉર્ફે બાબભા નટુભા જાડેજાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકે ક્યા કારણોસર આપઘાતનું પગલું ભર્યું ? તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...