તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મંગલબાગમાં પાંચમા માળ પરથી ઝંપલાવી વૃદ્ધનો આપઘાત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં 18 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

જામનગર શહેરના મંગલ બાગમાં રહેતા વૃદ્ધે પાંચમા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા પોલીસે તેના કારણોની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીનગર વિસ્તારમાં 18 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં પોલીસમાં ફરિયાદ થઈ છે.

જામનગર શહેરના વાલકેશ્વરી મંગલ બાગ શેરી નં.4ના છેડે શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ દત્તાણી (ઉ.વ.68) નામના વૃદ્ધ છેલ્લા દસેક વર્ષથી બીપી અને ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય તેમજ છેલ્લા બે વર્ષથી તેમના ફેફસામાં પાણી ભરાતું હોય જેની સારવાર ચાલતી હોય. મંગળવારે બપોરના સમયે અગમ્ય કારણોસર પાંચમા માળે અગાસી પરથી ઝંપલાવીને આપઘાત કરી લેતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃત્યુના કારણ જાણવામાં લાગી ગઈ છે.

બીજા બનાવમાં ગાંધીનગરના પુનિતનગર શેરી નં.2માં રહેતા યુવરાજસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.18) નામના યુવકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત પામેલો જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી કારણો અંગેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...