યલો એલર્ટ:લાલપુરના ભણગોર સીમમાં આકાશી વિજળી ત્રાટકતા ખેડુત વૃદ્ધનું મોત

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દ્વારકામાં સતત ચોથા દિવસે મેઘમુકામ, ભાણવડમાં વધુ અડધો ઇંચ
  • કાલાવડમાં મોડી રાત્રે અડધો ઇંચ, જામનગર સહિત અન્યત્ર હળવા ભારે ઝાપટા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજાએ મુકામ કરતા રવિવાર સાંજ સુધીમાં જ ભાણવડમાં વધુ અડધો ઇંચ પાણી વરસ્યુ હતુ. જયારે કલ્યાણપુરમાં હળવા ભારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.લાલપુર નજીક ભણગોર સીમમાં આકાશી વિજળી પડતા એક ખેડુત વૃધ્ધે જીવ ગુમાવ્યાનો બનાવ બહાર આવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી યલો એલર્ટ જાહેર કરાયુ છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ રહી છે.

બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ હળવો વરસાદ વરસાવ્યો હતો જેમાં ભાણવડમાં બપોર બાદ મંડાયેલા મેઘરાજાએ સાંજ સુધીમાં અડધો ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.જયારે કલ્યાણપુરમાં પણ સમયાંતરે હળવા ભારે ઝાપટા પડતા સાંજ સુધીમાં નવ મીમી વરસાદ નોંધાયો હતો. જામનગરમાં શનિવારે રાત્રે ભારે મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ પડયો હતો.જયારે કાલાવડમાં રાત્રે મંડાયેલા મેઘરાજાએ મધરાત સુધીમાં વધુ 11 મીમી પાણી વરસાવી દિઘુ હતુ.

જોડીયા,ધ્રોલ અને લાલપુરમાં પણ શનિવારે રાત્રે હળવા ભારે ઝાપટા પડયા હતા.લાલપુરના ભણગોર ગામે રહેતા લખમણભાઇ જેરામભાઇ મેરાણી (ઉ.વ. 70) નામના ખેડુત વૃધ્ધ પોતાના ઘરેથી વાડીએ આંટો મારવા માટે ગયા હતા જે વેળાએ તેઓ ઉપર આસમાની વિજળી ત્રાટકતા તેઓનુ ઘટનાસ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. બનાવની મૃતકના પુત્ર સંજયભાઇ મેરાણીએ જાણ કરતા લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટા વડાળામાં પોણા 3 ઇંચ વરસાદ પડયો
જામનગર ગ્રામ્યમાં શનિવારે મંડાયેલા મેઘરાજાએ ડઝનેક ગામોમાં વરસાદ વરસાવ્યો હતો, રવિવારે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં મોટા વડાળામાં 70 મીમી વરસાદ નોંધાયો હતો.જયારે નિકાવા-ખરેડીમાં 30-30 મીમી,ભણસાણ બેરાજામાં 05 મીમી ઉપરાંત ધુતારપરમાં 20 મીમી, જામવંથલીમાં 15 મીમી, હડીયાણા-લૈયારામાં 05-05 મીમી, શેઠ વડાળામાં 04 મીમી, ધુનડામાં 11, પડાણામાં 15, ભણગોરમાં 04 મીમી અને ડબાસંગમાં 06 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...