કામગીરી પ્રગતિમાં:જામનગરમાં વોટર વર્કસ વિભાગના અધિકારીએ પાઇપલાઇન ફીટીંગના સ્થળનું નિરીક્ષણ કર્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકામાં વસ્તી વિસ્તાર વધતા શહેરમાં અનેક નવી સોસાયટીઓનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, આ તમામ નવા રહેણાંક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ હંમેશા પ્રયનશીલ રહે છે. જામનગર મહાનગર પાલિકાની હદવિસ્તારમાં નવા વિકસિત થતા વિસ્તારોમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇન ફીટીંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં સામત પીર એરિયામાં વોટર વર્કસ વિભાગ દ્વારા 150 એમએમ ડાયાની પાઇપલાઇન ફીટીંગની કામગીરી હાલ ચાલી રહી છે.

કર્મચારીઓને સૂચન આપવામાં આવી
તેમજ મહાપ્રભુજીની બેઠક ઝોનમાં પાઇપલાઇન ફીટીંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. શહેરના નવા વિસ્તારોમાં 250 એમએમ ડાયા અને 150 એમએમ ડાયાની પાઇપલાઇન ફીટીંગ વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી પી.સી. બોખાણી અને નાયબ એન્જિનિયર નરેશભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પાઇપલાઇન ફીટીંગ વિશે યોગ્ય ઊંડાઈ જાળવી રાખવા સહિતની બાબતોની ફીટીંગ કરતા કર્મચારીઓને સૂચન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...