જામનગરના વિશ્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં દર વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ આવતા હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 અને 12 જાન્યુઆરી બે દિવસ પક્ષી ગણતરી કરવામાં આવી હતી. ખારા અને મીઠા પાણીના તલાવડા ધરાવતા અને બે ભાગમાં આવેલા પક્ષી અભ્યારણ્યમાં 11 ઝોન બનાવી મરીન નેશનલ પાર્ક, વન વિભાગ અને સામાજીક વનીકરણ વિભાગના અધિકારીઓની 11 ટીમ દ્વારા નાના અને મોટા કેમેરા, દૂરબીન, પોટીંગ દ્વારા સવારે અને બપોર બાદ પક્ષીની ગણતરી કરવામાં આવી હતી.
આ વર્ષે અભ્યારણ્યમાં માર્બલ ટીલ ડક નામનું પક્ષી પ્રથમવાર મળી આવ્યું છે. આ પક્ષી યુરોપ તરફથી આવ્યું છે. ઉપરાંત ગાજ હંસ પક્ષી પણ આ વર્ષે રેકર્ડ બ્રેક સંખ્યામાં આવ્યા છે. તદઉપરાંત કાળી ડોક ઢોક, ઉલ્ટી ચાંચ, મોટો હંજ, નાની ડુબકી, ભગતડું, કરકરો, મોટો કાજીયો, કાળી કાંકણસાર, ચોટલી પેણ, મોટી વા બગલી, દૂધરાજ, નકટા, તેતર, નાની કાકણસાર, પીળી ચાંચા ઢોક, કુંજ, ગયણો, રાખોડી કારચીયા, પતરંગો, ટીલીયાળી બતક, ચમચો, ગુલાબી પેણ, સફેદ કાકણસાર સહિતના સ્થાનીક અને વિદેશી પક્ષીઓ પણ જોવા મળ્યા છે. તસવીર સૌજન્ય - વન વિભાગ
યુરોપથી પ્રથમવાર આવેલા આ મહેમાન વિશે જાણો...
માર્બલ ટીલ ગત વર્ષે નળ સરોવર મળ્યંુ હતું. જેની સંખ્યા 1 હતી, આ વર્ષે ખીજડીયામાં પણ જોવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.