તાપમાન વધ-ઘટ:લઘુતમ તાપમાનમાં ઘટાડાના બદલે વધારો, ઠંડીમાં વિલંબ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેજના પ્રમાણમાં વધારો યથાવત રહેતા 92 ટકા થયું
  • શહેરમાં મહત્તમ તાપમાન બે દિવસમાં 1.4 ડિગ્રી વધી ગયું

જામનગરમાં ચાલુ વર્ષે ઠંડીમાં વિલંબ જોવા મળ્યો છે. કારણે કે, બે દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડાના બદલે વધારો જોવા મળ્યો છે. મહતમ તાપમાન 1.4 ડિગ્રી વધી ગયું છે. ભેજના પ્રમાણમાં વધારો યથાવત રહેતા 92 ટકા પર પહોંચી ગયું છે.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં આંશિક વધ-ઘટ જોવા મળી રહી છે. શુક્રવારે મહતમ તાપમાન 35 ડિગ્રી તો લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે શનિવારે મહતમ તાપમાન 35.6 ડિગ્રી તો લઘુતમ તાપમાન 20.3 ડિગ્રી નોંધાયું હતું. જામનગરમાં મિશ્ર ઋતુની અનુભૂતિ વચ્ચે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.

નગરમાં છેલ્લા બે દિવસમાં મહતમ તાપમાનમાં 1.4 ડીગ્રી તો લઘુતમ તાપમાનમાં 0.6 ડીગ્રીનો વધારો નોંધાયો છે. શહેરમાં શનિવારે પણ ભેજના પ્રમાણમાં વધારો યથાવત રહેતા વધીને 92 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 5 થી 10 કીમી પ્રતિકલાક રહી હતી. ભેજના કારણે સવારે ગુલાબી ઠંડી તો બપોરના ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડાને બદલે વધારો થઇ રહ્યો છે, જેના કારણે હજુ ઠંડી જમાવટ કરી રહી નથી જેથી બપોરે ગરમી યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...