તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સચાણા ગામેથી 1.67 લાખનો ડીઝલનો ગેરકાયદ જથ્થો ઝડપાયો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ બાવળની ઝાડીમાં ડીઝલનો જથ્થો વેચતા શખસને પકડી પાડ્યો

જામનગર જિલ્લાના સચાણા બંદર પાસેથી એસઓજીએ દરોડો પાડી એક શખસને 1950 લીટર ગેરકાયદેસર બીલ વગરના ડીઝલ રૂા.1.67 લાખની કિંમત સાથે પકડી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.

જામનગર જિલ્લાના સચાણા ગામે પંતર પીરની દરગાહની બાજુમાં આવેલા ગાડા બાવળની ઝાડીમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની બાતમી દોલતસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ ડેરવાડિયાને મળતા તેઓએ સ્ટાફ સાથે ત્યાં દરોડો પાડી બાવળની ઝાડીમાં આધાર કે પુરાવા વગર રાખવામાં આવેલા 1950 લીટર ડીઝલ રૂા.1.67 લાખની કિંમતના સાથે ઈમ્તિયાઝ જાકુભાઈ ગંઢાર નામના શખસને પકડી પાડ્યો હતો અને તમામ બેરલો કબજે કરી તેની સામે પુરાવા વગરના જથ્થા હેઠળની કલમ લગાડી તેને મુદ્દામાલ સાથે પંચકોશી-એ ડિવિઝનના હવાલે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...