વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકાર સન્માન સમારોહનું જામનગર વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંબંધિતોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
લોકમતના ઘડતરનું અને રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા જામનગરના પત્રકારોને નારદ સન્માન પારિતોષિકથી સન્માનવાનો કાર્યક્રમ તા. 21ને શનિવારે રાત્રે 8.30 વાગ્યે ડો. હેડગેવાર ભવન, હાલાર હાઉસ પાછળ, નાગનાથ ચોકડી, જામનગરમાં આયોજન કરાયું છે. ગુજરાતના પત્રકાર જગત માટે આકાર લેનારી આ ગૌરવવંતી ઘટનામાં મુખ્ય અતિથિ વિશેષ પંકજભાઈ રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહી વક્તવ્ય આપનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.