પ્રદર્શન:કલાપ્રેમીઓ માટે હસ્તકળા-ચિત્રોનું પ્રદર્શન યોજાયું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં આવેલી ધ બ્રીલીયન્ટ કોમ્યુનિટી સ્કિલ કોેલેજ દ્વારા નિ:શુલ્ક આયોજન

જામનગર શહેર કલાપ્રેમીઓની નગરી છે ત્યારે કલાપ્રેમી લોકો માટે ધ બ્રીલીયન્ટ કોમ્યુનિટી િસ્કલ કોલેજ દ્વારા નિ:શુલ્ક હસ્તકળા અને ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનનું શહેરીજનો સહિત વિદ્યાર્થીઓ અને નાની-મોટી વયોવૃદ્ધોએ લાભ લીધો હતો.

જામનગર શહેરમાં વાલકેશ્વરીમાં આવેલ ધ બ્રીલીયન્ટ કોમ્યુનિટી સ્કિલ કોલેજ દ્વારા તા. 2ના શહેરની કલાપ્રેમી જનતા માટે પ્રથમ વખત નિ:શુલ્ક હસ્તકલા અને જુદા-જુુદા ચિત્રોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં 5 વર્ષના બાળકોથી લઇને 50 વર્ષ સુધીના 25 જેટલા જામનગર શહેર સહિત દ્વારકાના કલાકારોએ ભાગ લીધો હતો.

આ કલા પ્રદર્શિત કાર્યક્રમનો મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી શહેરીજનોએ લાભ લીધો હતો. આ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને લઇને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતું આજના વિદ્યાર્થીઓમાં કલા વધુ રૂચિ કેળવાઇ અને પોતાના રહેલી કલાને લોકો સમક્ષ રજૂ કરી શકે તેવા હેતુથી આયાેજન કરાયું હતું.

કાર્યક્રમને સફળ પ્રિન્સીપાલ ભવનીત કૌર, હિમાલીબેન ગાંધી, ધવલભાઇ જોબનપુત્રા, દક્ષાબા પરમાર, ડો. ગોપીબેન ટાટમીયા, સંજયભાઇ જાનીભાઇ, આનંદભાઇ સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...