ધરપકડ:જેલમાંથી જામીન મેળવીને ભાગી છૂટેલો કેદી પકડાયો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલમાંથી ઝડપી લીધો

જામનગરની જિલ્લા જેલમાં રહેલો પાકા કામનો એક કેદી વચગાળાના જામીન પર મુક્ત થયા પછી ફરાર થઈ ગયો હતો, જેને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પકડીને ફરીથી જેલ હવાલે કર્યો છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો અને હાલ જામનગરની જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે રહેલો રફીક સુમારભાઈ રાઠોડ કે જે તાજેતરમાં જામનગરની જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા પછી ફરીથી જેલમાં જવાને બદલે ભાગી છૂટ્યો હતો.

જે નાસતા ફરતા આરોપીને પકડવા માટે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે વોચ ગોઠવી હતી, અને સોમવારે આરોપી રફીક સુમારભાઈ રાઠોડને ધ્રોલ માંથી ઝડપી પાડયો છે, અને તેને ફરીથી જેલમાં મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...