જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મધુરમ રેસીડેન્સીમાં રહેતો અને જામનગરની એક ખાનગી પેઢીમાં એન્જિનિયર તરીકે કામ કરતો મૂળ ભાયાવદરનો વતની વત્સલ રોહિતભાઈ અમૃતિયા નામના 29 વર્ષના મેર યુવાન પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈઆત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે હેત મિલનભાઈ કંડોરીયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન જામનગરની કન્સ્ટ્રકશન કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો અને ખોડીયાર કોલોની મધુરમ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને એકલો રહેતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.