જીવલેણ અકસ્માત:કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનો ભોગ લેવાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાલાવડ નજીક મેટીયા ગામ પાસે સર્જાયેલો જીવલેણ અકસ્માત
  • શબવાહીની પાછળ આઈસર ટકરાયું, ત્રણેક લોકોને ઈજા પહોંચી

કાલાવડ તાલુકાના મેટીયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકના ચાલક 82 વર્ષના વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જે મૃતકને શબવાહિનીમાં લઈ જવાતા હતા, તે શબવાહીની અન્ય એક આઇસર સાથે ટકરાઈ હોવાથી મૃતકના બે પુત્રો અને જમાઈ ઇજાગ્રસ્ત બન્યા છે, જ્યારે શબવાહિની સાથે ટકરાઈ જવાથી એક ભેંસનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે એક ભેંસ ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા મયાભાઈ જસાભાઈ સોલંકી નામના 82 વર્ષના વૃદ્ધ દૂધ લેવા માટે પોતાના મોટર સાયકલ પર બેસીને કાલાવડ તાલુકાના મેટીયા ગામે ગયા હતા, અને ત્યાંથી દૂધ લઈને પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન મેટિયા ગામના પાટીયા પાસે આવી રહેલી જીજે-3 એમએચ-4311 નંબરની કારના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ મૃતક મયાભાઈને રાજકોટની હોસ્પિટલથી એક શબવાહીની મારફતે તેના વતન કાલાવડ તાલુકાના ડેરી ગામે લઈ જવામાં આવતો હતો, અને શબવાહીનીમાં મયાભાઇ ના બે પુત્રો અને જમાઈ બેઠા હતા. જે સબવાહિની કાલાવડ નજીક ખડધોરાજી ગામના પાટીયા પાસે પહોંચતા પાછળથી પુરપાટ વેગે આવી રહેલા એક આઈશર પીકપ વેનના ચાલકે શબવાહીનીને પાછળથી ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. જેથી શબવાહીનીમાં મૃતદેહની સાથે બેઠેલા માયાભાઈના બે પુત્રો અને જમાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા અને શબવાહિનીની ટક્કરે ભેંસનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પીકઅપ વાહનચાલક સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...