99 લોકોએ ભાગ લીધો:જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભૂગર્ભ જળ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 89 ખેડૂતો મળી 99 લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તા. 29 જુલાઈ 2022ના ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના 89 જેટલા ખેડૂતો અને 10 જેટલા અધિકારીઓ મળીને 99 લોકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં અમદાવાદથી આવેલા વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને જમીનમાં જળ સંચયની રીતો, જમીનમાંથી જળ શોધવાની વૈજ્ઞાનિક અને કોઠાસૂઝની વિવિધ પદ્ધતિઓ, ભૂગર્ભ જળની, ગુણવત્તા, ઊંડાઈ અને જથ્થો કેવી રીતે જાણી શકાય તે માટેની વિવિધ ટેકનીક જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં જ ખેડૂતોને વરસાદ માટેના અનુમાનો તેમાં જ વાતાવરણમાં થતા કાયમી ફેરફારો માટે DAMU પ્રોજેક્ટ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી હતી.

ખેડૂતો સાથે વૈજ્ઞાનિકોએ સીધો સંવાદ કરી જળ સંચય, પાણી શોધવા માટેના વિવિધ દેશી નુશખાઓમાં મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે રીતે ગોષ્ઠી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા ખેડૂતોને ક્વોલીટી સીડ ગ્રોવર્સ જેવા એક માસના તાલીમ કાર્યક્રમથી તૈયાર કરેલ સ્કીલડ ખેડૂતોને સર્ટીફીકેટ એનાયત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, એ. વિ. સાવલિયા, એ. કે. બારૈયા, એચ. એસ. ગોધાણી, એન. ડી. આંબલીયા સહિતના ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...