તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:નિયમિત પાણી વિતરણ ન કરી શકતી જામનગર મહાપાલિકામાં પાણીની રોજ સરેરાશ 30 ફરિયાદ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દૂષિત, ફોર્સ, લીકેજ, પાણી ન મળવાની ફરિયાદોમાં ઘટાડો, નિકાલના વિલંબમાં વધારો
 • વર્ષ 2019-20 માં 8181 અને 20-21માં 7999 ફરિયાદો : 2 વર્ષમાં 17852 ફરિયાદના નિકાલનો તંત્રનો દાવો

જામનગરમાં નિયમિત પાણી વિતરણ ન કરી શકતી મહાનગરપાલિકાને રોજની પાણીની 30 જેટલી ફરિયાદો મળી રહી છે. જેમાં દૂષિત, ઓછા ફોર્સ, લીકેજ, સમયસર પાણી ન મળવાની ફરિયાદોનો સમાવેશ થાય છે. ગત વર્ષ કરતા પાણીની ફરિયાદોમાં આંશિક ઘટાડો નોંધાયો છે પણ નિકાલમાં વિલંબ વધ્યો છે. મનપામાં વર્ષ 2019-20 માં 8181 તો 2020-21 માં 7999 ફરિયાદો નોંધાઇ છે. બે વર્ષમાં 16180 માંથી 17852 ફરિયાદોનો નિકાલ કરાયાનો દાવો મનપાએ કર્યો છે.

જામનગરમાં જુદા-જુદા વોર્ડમાં નળ વાટે ગટરનું દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. મહાપાલિકાને પાણી સંબધિત રોજની 30 જેટલી ફરિયાદો મળી રહી છે. જેમાં મુખ્ય દૂષિત, ઓછા ફોર્સ, લીકેજ, સમયસર પાણી ન મળવાની ફરિયાદનો સમાવેશ થાય છે. જેના કારણે દર વર્ષે મનપામાં સરેરાશ 8000 થી વધુ પાણી સંબધિત ફરિયાદ ઓનલાઇન અને લેખિત નોંધાઇ રહી છે. મનપામાં છેલ્લાં 5 ટર્મથી ભાજપનું શાસન છે અને વિકાસના કામના દાવા કરવામાં આવી રહ્યા છે. પણ પાણી મામલે નક્કર આયોજન નથી.

દૂષિત પાણીની ફરિયાદના નિકાલમાં સપ્તાહ કરતા વધુ સમય
સમયસર અને ઓછા ફોર્સથી પાણી વિતરણની ફરિયાદનો 1 થી 2 દિવસમાં, લીકેજની ફરિયાદનો નિકાલ 2 થી 3 દિવસમાં કરવામાં આવે છે. પરંતુ દૂષિત પાણી વિતરણની ફરિયાદમાં સપ્તાહ કરતા વધુ સમય લાગે છે. કારણ કે, જમીનની અંદર કયાં સ્થળે દૂષિત પાણી ભળે છે તે શોધવામાં સમય લાગતો છે. વળી આ પ્રક્રિયા લાંબી છે. > પી.સી.બોખાણી, નાયબ ઇજનેર, જામ્યુકો વોટર વર્કસ શાખા

2 વર્ષમાં પાણીની 16,180 ફરિયાદ

મહિનો2019-202020-21
ફરિયાદનિકાલફરિયાદનિકાલફરિયાદ
માર્ચ599182565562
એપ્રિલ667659469463
મે699682577541
જૂન656652682678
જુલાઇ680671679671
ઓગષ્ટ655649597592
સપ્ટેમ્બર660650680675
ઓકટોબર645638695688
નવેમ્બર621611698689
ડીસેમ્બર632622682679
જાન્યુઆરી647629689680
ફેબ્રુઆરી455445534535
માર્ચ565562452347
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો