વિવાદ:ખંભાળિયામાં ફરીયાદ બાબતનું મનદુ:ખ રાખી યુવક પર હુમલો

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફ્રેકચર કર્યાની મહિલા સહિત 4 સામે રાવ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રહેતા એક યુવક પર લાકડી વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાઇ છે. ખંભાળીયાના વડાલીયા સિંહણ ગામે રહેતા આરોપી જીગેશભાઈએ તેના બનેવી સાથે અગાઉ ફરિયાદી રાજેશ હીરાભાઈ ચોપડાએ કરેલ ફરિયાદ બાબતનું મનદુઃખ રાખી આરોપી જીગેશભાઈએ લાકડી વડે રાજેશભાઈને માર મારી ફેક્ચર જેવી ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ બહાર આવ્યો છે.

એટલું જ નહીં આરોપી ભોજાભાઈ બેચર, તથા મહિલા આરોપી દેવીબેન જીગેશભાઈ, રાજીબેન ભોજાભાઈ એક બીજાને મદદ કરી રાજેશભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે રાજેશભાઇએ ઉપરોક્ત મહિલા આરોપી સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ખંભાળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...