તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ મૂર્તિના વિસર્જન માટે રૂપિયા 16 લાખના ખર્ચે કુત્રિમ તળાવ બનાવાશે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો

કોરોના સંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો ઉપર ગ્રહણ લાગી ગયુ છે. જોકે, કોરોનાની બીજી લહેર હળવી થતાં રાજ્ય સરકાર ધીમે ધીમે ગાઇડલાઇન મૂજબ છુટછાટ આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે જામનગર શહેરમાં ગણપતિ મૂર્તિઓના વિસર્જનના માટે કુત્રિમ તળાવ બનાવવા મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મૂર્તિઓના વિસર્જનના માટે ખાસ કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. શહેરના વાલસુરા રોડ ખાતે મરીન પોલીસ સ્ટેશન સામેના ભાગે રૂપિયા 16 લાખના ખર્ચે કુત્રિમ તળાવ બનાવવામાં આવશે.

આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ચાર ફુટથી વધુ મોટી ગણપતિની મૂર્તિની સ્થાપના નહીં કરવામાં આવે તેવું તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. ત્યારે ઘરમાં બે ફૂટની ગણેશજીની મૂર્તિ સ્થાપવા અને પંડાલમાં ચાર ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિ સ્થાપન કરવામાં આવશે તેવું પણ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું રહ્યું છે. જ્યારે સ્થાપન કરેલા ગણપતિને જામનગર મહાનગરપાલિકાના કુત્રિમ તળાવ વિસર્જન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...