જાહેરનામું:જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા તંત્રના પગલા
  • 6 જાન્યુઆરી 2022ના 24 કલાક સુધી જાહેરનામું અમલમાં રહેશે

આગામી દિવસોમાં નાતાલ જેવા તહેવાર તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણી-2021 આવતી હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પી. પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1) હેઠળ તેમને મળેલ સત્તાની રૂઇ એ તા. 6 જાન્યુઆરી 2022ના 24 કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવવામાં આવ્યું છે. આ સમય દરમ્યાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ સાધન લઇ જવા નહી. કોઇપણ ક્ષયકારી અથવા સ્‍ફોટક દારૂગોળા વિગેરે પદાર્થો લઇ જવા નહી. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ, મનુષ્‍ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે બાળવા નહી. અપમાનો કરવાના અથવા જાહેર કરવાનાં ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી, ગીતો ગાવા નહી અને ટોળામાં ફરકવું નહી. પરવાનેદાર હથિયારધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશવું નહી.

જાહેરનામું ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સપેક્ટરીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક અગરતો તેઓએ નિયુક્ત કરેલ અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહી. જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન બદલ ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 (1) મુજબ દંડની સજા થશે.

અન્ય સમાચારો પણ છે...