દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના પી.એચ.સી સેન્ટરના કમ્પાઉન્ડમાં રાખેલી એમ્બ્યુલન્સમાં રાત્રિના સમયે આગ લાગી હતી. જેથી એમ્બ્યુલન્સ સળગવા લાગી હતી. જેથી સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી એમ્બ્યુલસમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સમાં આગ વધુ પ્રસરતા એમ્બ્યુલન્સ બળીને ખાક થઈ ગઈ હતી
કલ્યાણપુર તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લાંબાને બે મહિના પહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સ ફોર્સ કંપનીની 2 માસ પહેલા જ આવેલી અને સાંસદની ગ્રાન્ટમાંથી મેળવેલી એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉઠી હતી
પીએચસી સેન્ટરમાં રાખેલી એમ્બ્યુલન્સમાં આગ ફટાકડાના કારણે લાગી કે શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણે લાગી તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના લાંબા ગામમાં પી.એચ.સી સેન્ટરમાં રાખેલી એમ્બ્યુલન્સમાં રાત્રીના 12.30થી 1 વાગ્યા વચ્ચે આગ લાગતાં એમ્બ્યુલન્સ સળગી હતી. આજુબાજુના વિસ્તારના લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ બળીને ખાક થઈ ગઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.