શહેરના સર્મપણ સર્કલ પાસે અંજતા સોસાયટીમાં રહેતા માલદેભાઇ વિરમભાઇ કેશવાલા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.7ના રોજ પોતાના સ્કુટર પર એસ.ટી.રોડ પર જોલી બંગલા પાસેથી પસાર થઇ રહયા હતા જે વેળાએ રોડ પર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા જવાથી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં ચારેક દિવસની સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ અંગે પોપટભાઇ કેશવાલાએ જાણ કરતા સીટી એ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે શહેરના શંકર ટેકરી વિસ્તારમાં નહેરૂનગર શેરી નં.11/એમાં રહેતા નાગજીભાઇ રામજીભાઇ રાઠોડ નામના આઘેડે પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ. જેની જાણ કરાતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.મૃતકે એકલવાયા જીવનથી કંટાળી આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.