જામજોધપુર તાલુકાના અમરાપર ગામની સીમમાં ખેડુત પ્રૌઢના ખેતરમાં આવી ધારીયાનો ઘા ઝીંકી ઇજા પહોચાડી બેફામ ઢીંકાપાટુનો માર માર્યાની ફરીયાદ ચાર શખ્સો સામે નોંધાઇ છે.પ્રૌઢે તેના સાળાની જમીન વાવવા માટે રાખી હતી જયાં આવેલા ચારેય શખ્સો આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના અમરાપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રામદેભાઇ ઓઘડભાઇ ખુંટી નામના પ્રૌઢે પોતાના પર ધારીયાનો ઘા કરી ઇજા પહોચાડી ઢીંકાપાટુનો માર મારી નીચે પછાડી દઇ ફરીવાર અહી આવશો તો જાનથી મારી નાખીશુ એવી ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં કારા ગાંગાભાઇ જોગ, નેભા કારાભાઇ જોગ, ગગુભાઇનો દિકરો(રે.ત્રણેય મેરવદર,તા.ઉપલેટા, જિલ્લો રાજકોટ) અને જામજોધપુરના પરડવાના ગોવાભાઇ જેઠાભાઇ સામે નોંધાવી છે.
ભોગગ્રસ્ત પ્રૌઢે તેના સાળાની ખેતીની જમીન વાવવા માટે રાખી હતી તો તમો અહીયા શુ કામ આવેલા છો એમ પુછતા ચારેય શખ્સોએ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી નેભાભાઇએ ધારીયાનો ઘા કરી તેમજ અન્ય ત્રણ આરોપીઓએ એકસંપ કરી ઢીંકાપાટુનો માર મારી નીચે પછાડી દઇ જો ફરીવાર અહી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. આ બનાવની ખેડુત પ્રૌઢની ફરીયાદના આધારે પોલીસે ચારેય સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.