નિર્ણય:શહેરમાં ઘરે ઘરેથી કચરો ઉઘરાવવા માટે વધુ રૂ.11.32 કરોડ વધુ ખર્ચાશે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 1,5,6,7,9,13,14 માં રૂ.89.89 કરોડના ખર્ચે આંગણવાડી બનશે
  • કોરોના કેસ વધતા 26મીની ઉજવણી મનપાના પટાંગણમાં થશે

જામનગરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ વચ્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે રૂ.11.32 કરોડ વધુ ખર્ચ મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર કરાયો છે. વોર્ડ નં.1, 5, 6, 7, 9, 13, 14માં રૂ.89.89 કરોડના ખર્ચે આંગણવાડી બનશે. કોરોનાના કેસ વધતા 26 મી જાન્યુઆરીની ઉજવણી મનપાના પટાંગણમાં કરાશે.જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનષિ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી.

જેમાં વોર્ડ નં.11 માં ગુલાબનગર સિન્ડિકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપ વચ્ચે રાજકોટ ધોરીમાર્ગ, એન્ટ્રી ગેઈટથી પુલ સુધી, સતવારા સમાજ થઈ બચુ પીપરિયાની વાડીથી રેલવે લાઈન સુધીના પુલિયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વીથ વોટર હાર્વેસ્ટીંગના કામની રૂ. 175.67 લાખના ખર્ચની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ જ રીતે વોર્ડ નં.11માં શ્યામ ટાઉનશીપ સોસાયટી, યોગેશ્વરનગર સોસાયટી અને સત્યસાંઈનગરમાં સીસી રોડ બનાવવા રૂ.115.60 લાખના ખર્ચની દરખાસ્તનોસૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સિવિલ ઝોન વોર્ડ નં.1, 6, 7 તથા સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 5, 9,13 માં ગાર્ડન હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી પલાન્ટેશનમાં પાણી પીવડાવવા રૂ.5 લાખનો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિવિલ વેસ્ટ ઝોન વોર્ડ નં. 1, 6 ,7 તથા સેન્ટ્રોલ ઝોન વોર્ડ નં. 5, 9, 14માં નંદઘર (આંગણવાડી) બનાવવા માટે રૂ. 89.89 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

અધ્યક્ષસ્થાનેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી અંતર્ગત વધારાનું રૂ.11.32 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. વોર્ડ નં.3 માં લાલબહાદુર શાસ્ત્રી, કો.ઓપ. હાઉસીંગ સોસાયટીથી પટેલ કોલોની શેરી નં.10 માં ગોકુલ ધામ સોસાયટીથી કસ્ટભંજન કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વીથ હાર્વેસ્ટીગના કામ માટે રૂ.177.70 લાખ મંજૂર કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...