અંતે આરોપી ઝડપાયો:ધ્રોલ પોલીસ સ્ટેશનના ટ્રેક્ટર ચોરીના કેસમાં છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ટ્રેક્ટર ચોરીના કેસમાં છેલ્લાં 15 વર્ષથી નાસતાં ફરતાં આરોપીને કલ્યાણપુર પંથકમાંથી ઝડપી લીધો છે. જે બાદ ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કર્યો છે.

આરોપીને ધ્રોલ પોલીસ મથકમાં સોંપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં 2007ની સાલમાં ટ્રેક્ટર ચોરી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં ભલસિંહ કેસરસિંહ રાવત નામના મૂળ બોર દાહોદના વતની વ્યવસ્થાનું નામ ખુલ્યું હતું અને છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી આરોપી નાસ્તો ફરતો હતો. આરોપીની શોધ કરવા માટે જામનગરની પેરલ ફર્લો સ્કવોર્ડ બી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં છુપાયો હતો તેવી માહિતી મળી હતી. જે બાદ પેરલ ફર્લો સ્કવોર્ડની ટીમે દરોડા પાડી આરોપી ભલસિંહ રાવતને ઉઠાવી લીધો હતો અને જામનગર લઈ આવ્યા હતા. ત્યારબાદ તેની ધ્રોલ પોલીસમાં મથકમાં સોંપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...