જામનગર શહેરના મધ્યમાં આવેલા અને શહેરના શાન સમા લાખોટા તળાવમાં એકાદ માસ પહેલા આવેલા અચાનક પવનના વાવાઝોડામાં એમફી થિયેટરને ભારે નુકસાન થયું હતું અને તેની છત ઉડી ગઇ હતી. આ છત હજુ પણ તેવી જ હાલતમાં પડી છે તેમજ રેલીંગો પણ તે જ હાલતમાં છે. તંત્ર દ્વારા હવે આ ક્ષતિગ્રસ્ત હાલતમાં રહેલી વસ્તુઓની અન્ય જગ્યાઓ ઉપર ઉપયોગ કરવામાં આવશે તેમજ એમફી થિયેટર માટે ફરી નવી ડિઝાઇન બનાવવામાં આવશે તેવું જાણવા મળે છે.
જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં આવેલા એમફી થિયેટરમાં લેજર શો તેમજ અન્ય કાર્યક્રમો થાય છે, આ થિયેટરને એક માસ પહેલા અચાનક આવેલા પવનના વંટોળ રૂપે વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું અને તેના ઉપર રહેલી મોંઘી તાલપતરી ઉડીને તૂટી ગઇ હતી તેમજ અન્ય નુકસાની પણ થઇ હતી.
આ વંટોળમાં મહાપાલિકાને લગભગ એકાદ કરાેડનું નુકસાન થયા હોવાનંુ અંદાજો લગાવવા આવી રહ્યો છે. એક માસ વીતી ગયા હોવા છતાં હજુ પણ તેનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી, તંત્ર દ્વારા હવે આ મોંઘીદાટ તાલપત્રીનો અન્ય બગીચાઓમાં કરવામાં આવશે તેમજ અન્ય વસ્તુઓમાં ઉપયોગ લેવામાં આવશે તેમજ એમફી થિયેટર માટે હવે નવી ડિઝાઇન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે હવે કદાચ ચૂંટણી બાદ જ અમલમાં આવે ત્યાં સુધી આ થિયેટર જેમનું તેમ સ્થિતિમાં રહેશે.
નવી ડિઝાઇન પ્રમાણે કામ થશે : ડીએમસી
ક્ષતિગ્રસ્ત થયેલી એમફી થિયેટરની તાલપત્રીનો ઉપયોગ અન્ય બગીચાઓમાં થશે તેમજ આ થિયેટર માટે નવી આધુનિક ડિઝાઇન બનાવવામાં આવશે તે પ્રમાણે તેની કામગીરી કરવામાં આવશે.> ભાવેશ જાની, ડીએમસી, જામ્યુકાે.
વાવાઝોડા બાદ એમફી થિયેટર હાલ બેકાર બન્યું
અેમફી થિયેટરમાં લેસર શો તેમજ અન્ય કાર્યક્રમો થતાં જેને લોકો મોટી સંખ્યામાં માણતા હતાં, પરંતુ પવનના વંટોળમાં ક્ષતિગ્રસ્ત થયેલા થિયેટર નકામું બન્યું છે, જે રીપેર થયે જ પરત ઉપયોગમાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.