તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં PSIનો આપઘાત:જામનગરમાં કરોડપતિ મહિલા જુગારીને પકડવા PSI અમિતા જોશી દીવાલ કુદયા હતાં

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડેરિંગબાઝ PSIનો આપઘાત જામનગર પોલીસના ગળે ઉતરતો નથી
 • શહેરના ડી-સ્ટાફ, રોમિયો સ્કવોડમાં કામગીરી બજાવી હતી

સુરતમાં ભારે ચર્ચાના ચકડોળે ચડેલ મહિલા પીએસઆઈના આપઘાતના બનાવના પગલે જામનગર પોલીસબેડામાં પણ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. આ મહિલા પીએસઆઈએ જામનગરમાં પણ ફરજ બજાવી હતી અને તેની કામગીરીની નોંધ જે તે સમયે જામનગર પોલીસબેડામાં પણ લેવાઈ હતી. જામનગર શહેરના નામાંકિત પ્રતિષ્ઠિત પરિવારના નબીરાઓની મહિલાઓ પટેલ કોલોની વિસ્તારમાં જુગાર રમતી હતી ત્યારે અમિતા જોશીએ જે તે સમયે દીવાલ ટપી મહિલાઓને પકડી પાડી હતી.

પ્રચંડ દબાણ છતાં તેમણે આ કામગીરી કરતા શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આવું ડેરીંગ કરનારા મહિલા પીએસઆઇ જીવનથી નાસીપાસ થઇને આત્મહત્યા જેવું પગલું ભરી બેસે તે તેની સાથે કામ કરેલા જામનગર પોલીસ કર્મચારીઓના માનવામાં આવતું નથી. પરિણામે આ કિસ્સાએ જામનગર શહેરના પોલીસ વર્તુળોમાં પણ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે.

સુરત શહેરમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ અમિતા બાબુભાઈ જોશી નામની મહિલા પીએસઆઈએ પોતાના રહેણાંક મકાનમાં સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારીને આપઘાત કરી લેતાં સુરતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મહિલા પીએસઆઈએ સાસરિયાઓના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે મહિલા પીએસઆઈના આપઘાતના ઘેરા પ્રત્યાઘાતો જામનગર પોલીસબેડામાં પણ પડ્યા છે. આ મહિલા પીએસઆઈ જામનગરમાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા.

મહિલા પીએસઆઈએ જામનગરમાં રોમિયો સ્કવોડ, સિટી-બી ડિવિઝન, ડી-સ્ટાફ, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી તેમજ એલઆઈબીમાં ફરજ બજાવી હતી. અનેક નબીરાઓ તથા કેસોને પકડીને જામનગર શહેરમાં ભારે લોકચાહના મેળવી હતી. જામનગરમાં તેની સાથે કામ કરનાર પોલીસ કર્મીઓને હજુ માનવામાં નથી આવતું કે, મહિલા પીએસઆઈ આપઘાત જેવું પગલું પણ ભરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો