અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ગઈકાલે 12 એપ્રિલ 2022થી શરૂ થઈ ગયું છે. ત્યારે જામનગરમાં પણ અમરનાથ યાત્રામાં જવા માટે મોટી સંખ્યામાં યાત્રીઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે પંજાબ નેશનલ બેંકમાં સતત બીજા દિવસે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જેમાં અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જામનગરના જી.જી.હોસ્પિટલનું ડોક્ટરનું લિસ્ટ અપલોડ ન થયું હોવાથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન આજે બીજા દિવસે પણ નહોતું થવા પામ્યું. જેના કારણે અમરનાથના યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
અમરનાથ યાત્રામાં જવા માટે યાત્રીઓ દ્વારા પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતના બીજા રાજ્યોમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો અહિંયા કેમ થઇ રહ્યું નથી. ત્યારે પંજાબ નેશનલ બેન્કના અને અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન કરનાર બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ અમરનાથ શ્રાઇનબોર્ડની વેબસાઈટમાં જામનગરના જીજી હોસ્પિટલના ડોક્ટરોનું લિસ્ટ અપલોડ થયું નથી. તેના કારણે યાત્રીઓનું રજીસ્ટ્રેશન થઇ શકતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઈટમાં પણ કમ્પ્લેન કરી છે અને તે બેથી ત્રણ દિવસમાં શરૂ થઈ જશે તેવી વાતચીત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.