તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:પાઠ્ય પુસ્તક મળ્યા નથી છતાં ધો.3-8 ના વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન કસોટી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 થી 23 જુલાઇ ગુજરાતી, ગણીત અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રમાં રાજયની સરકારી શાળાઓમાં જુલાઇ મહિનામાં સામાયિક કસોટીનું આયોજન કર્યું છે. પરંતુ જામનગર જિલ્લાના ત્રણ તાલુકાની સરકારી શાળાઓમાં અને શહેરની શિક્ષણ સમિતિની શાળાઓમાં હજુ પાઠય પુસ્તક મળ્યા ન હોય વિધાર્થીઓ કસોટી કેમ આપશે તે એક પ્રશ્ન છે. છાત્રોએ ઘરે પેપર લખી 30 જુલાઇ સુધીમાં ઉતરવહી શાળાએ પહોંચતી કરવાની રહેશે.

જીસીઇઆરટીના તા.3 જુલાઇના પરિપત્ર અનુસાર ધો.3 થી 8 માં તા.20 થી 23 જુલાઇ સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાશે. જે અંતર્ગત ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષયની કસોટી લેવાશે. જેના 25 થી 50 ગુણ રહેશે. કસોટીના પેપર વિધાર્થીઓને 19 જુલાઇ સુધીમાં પહોંચતા કરવાના રહેશે.

20 જુલાઇના જીસીઇઆરટીની વેબસાઇટ પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિધાર્થીઓ વાલીની દેખરેખ હેઠળ કસોટી ઘરેથી લખી તેની ઉતરવહી તા.30 જુલાઇ સુધીમાં વાલી મારફત શાળાએ પહોંચાડવાની રહેશે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જામનગર જિલ્લાના જોડિયા, જામજોઘપુર અને ધ્રોલ તાલુકાની સરકરી શાળાના 22192 અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો.4 માં ગુજરાતી અને ધો.7 અને 8 માં સામજિક વિજ્ઞાનનું પાઠય પુસ્તક આવ્યા ન હોય વિધાર્થીઓને કસોટીમાં મુશ્કેલી પડશે તેમાં બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...