તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:જામનગરમાં વીજ વપરાશ 13.30 કરોડ યુનિટ વધ્યો છતાં વીજ તંત્રની આવક રૂા. 79.94 કરોડ ઘટી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પગલે કડક નિયંત્રણથી જામનગર જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલમાં 6 ટકા, કોમર્શિયલમાં 19 ટકા વીજ વપરાશનો ઘટાડો નોંધાયો
  • જામનગર શહેરના ઘરવપરાશની વીજળીમાં 13.4 ટકાનો વધારો
  • લોકડાઉનના પગલે શહેર અને જિલ્લામાં મોટાભાગના લોકોએ ઘરમાં જ સમય પસાર કર્યો હાેવાથી વીજ વપરાશમાં ધરખમ વધારો થયો

કોરોનાના કારણે લાદવામાં આવેલ લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે લોકો વધુ સમય ઘરમાં જ પસાર કરી રહ્યા છે. આ કારણોસર જામનગર શહેર અને જિલ્લામાં વીજ વપરાશમાં ધરખમ વધારો થયો છે. કારણે કે, વર્ષ 2019 -20ની સરખામણીએ વર્ષ 2020-21માં શહેર -જિલ્લાના વીજ વપરાશમાં 13.30 કરોડ યુનિટનો વધારો થયો છે.

બીજી બાજુ મહામારીના કારણે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કડક નિયંત્રણને કારણે જામનગર જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલમાં 6 ટકા અને કોમર્શિયલમાં 19 ટકા વીજ વપરાશનો ઘટાડો નોંધાયો છે. જેની સામે જામનગર શહેરમાં ઘર વપરાશના વીજ યુનિટમાં વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં 13.4 ટકાનો વધારો નોંધાયો છે.

ગત વર્ષની સરખામણીએ જામનગર શહેરમાં 3349 અને જિલ્લામાં 12015 ગ્રાહકોનો વધારો થયો છે. આમ, વીજ વપરાશના યુનિટ અને ગ્રાહકોમાં વધારો થયો હોવા છતાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની આવકમાં વર્ષ 2019-20ની સાપેક્ષમાં વર્ષ 2020-21માં રૂ.47.60 કરોડનું ગાબડું પડયું છે.

લોકડાઉનથી કોમર્શિયલ વીજવપરાશ ઘટ્યો
લોકડાઉનથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવીટીઝ બંધ રહેતા વીજ વપરાશમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જેથી કંપનીની આવકમાં 2019- 20 સાપેક્ષમાં વર્ષ 20 - 21માં ઘટાડો નોંધાયો છે. > ચંદ્રકાન્ત પટેલ, અધિક્ષક ઇજનેર, જામનગર પીજીવીસીએલ

શહેરમાં 3349, જિલ્લામાં 12015 ગ્રાહકો વધ્યા
જામનગરમાં વર્ષ 2019-20માં 200379 વીજ ગ્રાહકો નોંધાયા હતાં. જયારે વર્ષ 2020-21માં 203728 નોંધાતા 3349 ગ્રાહકોનો વધારો થયો છે. જિલ્લામાં વર્ષ 2019-20માં 484335 વીજ ગ્રાહકો સામે વર્ષ 2020-21માં 496350 નોંધાતા 12015નો વધારો નોંધાયો છે.

ફેક્ટ ફાઇલ : જામનગર શહેર- જિલ્લામાં તાલુકાવાઇઝ વીજ યુનિટમાં ક્યાં કેટલો વધારાે અને ઘટાડાે નોંધાયો
​​​​​​​

ડીવીઝન-તાલુકો2019-202020 -21
લાલ બંગલો6976850968226364
પટેલ કોલોની6379911765383989
દરબારગઢ6318328939247567
સાત રસ્તા8053706578685801
ખંભાળિયા ગેટ5484545656835033
જીઆઇડીસી145485420134644233
ડીવીઝન-તાલુકો2019-202020 -21
ધ્રોલ6716898084892990
જામજોધપુર81943214108117903
જામનગર821890423856408059
જોડીયા2798002342907541
કાલાવડ161506659187157223
લાલપુર4852783962402650

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...