પ્રારંભ:જામનગર સાયકલિંગ કલબ દ્વારા જામનગર રનર કલબનો પણ પ્રારંભ

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રુપના 12 સભ્યો તા. 28ના યોજાનાર અદાણી મેરેથોનમાં 42.22 કિમીની દોડમાં જોડાશે
  • ​​​​​​​સ્પોર્ટસ થકી તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીથી લોકોને પ્રોત્સાહીત કરવાનો હેતુ

જામનગર સાયકલિંગ કલબ દ્વારા સાયકલિંગ કલબની સાથે સાથે જામનગર રનર કલબ પણ શરૂ કરવામાં આવી છે. હાલના સમયમાં ભાગદોડભરી જિંદગી અને ટેન્શનભરી જિંદગીમાં સ્વાસ્થ્યની તકેદારી અત્યંત આવશ્યક છે. જેને ધ્યાને લઇ જામનગર સાયકલિંગ કલબ સાયકલ સવારીના કાર્યક્રમો તો કરતાં જ હતાં. તેની સાથે સાથે હવે જામનગર રનર કલબની પણ શરૂઆત કરવામાં આવી છે.જામનગર રનર કલબ એ એક સ્વૈચ્છિક સંગઠન છે. જેમાં સ્પોર્ટસ થકી તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીથી લોકોને પ્રોત્સાહીત કરવાનો હેતુ છે.

આજરોજ ગુરુનાનક જયંતિના પાવન દિવસે તળાવની પાળ, પાબારી હોલ પાસે આવેલ દોડતા પુતળા ખાતેથી રનર કલબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલબમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામમાં #Jamnagar Runners Club નો સંપર્ક કરી શકાશે. તેમાં કોઇપણ જાતની ફી રાખવામાં આવી નથી.

ફકત સકારાત્મક અભિગમ સાથે જોડાઇ સ્વાસ્થ્ય તકેદારીનો હેતુ છે. લોકો હિંમત વિશે ગેરસમજ સાથે વિચારે છે કે, તેમનામાં હિંમત નથી પરંતુ હિંમત એવી વસ્તુ છે કે, તેના દ્વારા લોકો અનેક ઉપલ્બ્ધિઓ મેળવી શકે છે. ગ્રુપના 12 સભ્યો તા. 28 નવેમ્બરના યોજાનાર અદાણી મેરેથોનમાં 42.22 કિ. મી. ની દોડમાં ભાગ લેવા જઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...