તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફલાય ઓવરબ્રિજ માટે 30 મીટર પહોળા રસ્તો કરવા કપાતને મંજૂરી

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કચરાપેટી બદલવા રૂ.1.17 કરોડનો ખર્ચ કરાશે
  • રણજીતસાગર, બેડેશ્વર ઢોર ડબ્બામાં ઘાસ માટે રૂ.50 લાખ

જામનગરમાં સાત રસ્તાથી સુભાષબ્રીજ સુધીના ફલાય ઓવરબ્રીજ માટે 30 મીટર પહોળો રસ્તો કરવા જરૂરી ડીપી કપાતના અમલીકરણને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી અપાઈ છે. શહેરમાં કચરા પેટી બદલવા રૂ.1.17 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધી ફલાય ઓવરબ્રીજ માટે 30 મીટર પહોળાઈના રસ્તો કરવા ડી.પી. અમલવારી કરવા મંજૂરી અપાઈ હતી. સોલીડ વેસ્ટ શાખા માટે 1100 લીટર કેપેસીટીના સિલ્વર બિન્સ પરીક્ષણ માટે રૂ.117 લાખના ખર્ચને બહાલી અપાઇ હતી. શહેરમાં રોડ ઉપર 450 જેટલી કચરાપેટી રાખવામાં આવી છે.

આ તમામ કચરાપેટી જુની અને તૂટેલી હાલતમાં હોવાથી બદલાવવા માટે રૂ.1.17 કરોડના ખર્ચ મંજૂર કરાયો હતો. જયારે વોર્ડ નં.1 માં બંદર આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ, બ્લોક, શેડ, મધ્યાહન ભોજનની બિલ્ડીંગ ડિમોલીશન કરવાના કામ માટે રૂ.6.92 લાખ, જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કૂલ, પીએન માર્ગ સુધી સીસી રોડ બનાવવા માટે રૂ.112 લાખ, વોર્ડ નં.11 માં મધુવન ટેનામેન્ટ ન્યુ વાલ્મિકી સોસાયટી, રામવાડી-5 માં સીસી રોડ માટે રૂ.17.91 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.

વોર્ડ નં.12 માં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહત અને અન્ય વિસ્તારમાં લોકભાગીદારીથી સીસી રોડને મંજૂરી અપાઇ હતી. ઢોરના બન્ને ડબ્બામાં ઘાસચારા માટે વાર્ષિક રૂ.50 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. નાગમતી નદીથી રાજકોટ રોડને જોડતા હાપા યાર્ડના રોડને આસ્ફાલ્ટ રોડ અન્વયે વધારાનો રૂ.59.11 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...