તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:‘15 મહિનાથી બંધ ટ્યુશન ક્લાસ ખોલવા મંજૂરી આપો’

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસોસીએશન દ્વારા કલેકટરને આવેદન

કોરોના ઘટતા વેપાર-ધંધા ધમધમતા થયા છે તો મંદિરો પણ ખૂલી ગયા છે ત્યારે 15 મહિનાથી બંધ ટયુશન કલાસીસ ખોલવા મંજૂરી આપવા ગુજરાત ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં કલાસીસ બંધ થતાં શિક્ષકોને લારી કાઢવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે.

જામનગરના ટયુશન ક્લાસીસના સંચાલકોએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, કોરોના કાબુમાં આવ્યો છે, મૃત્યુ દર શૂન્ય છે. વાલીઓ, વિદ્યાર્થીઓ પણ સહમત છે. ત્યારે ટ્યુશન ક્લાસને શા માટે બંધ રાખવામાં આવ્યાં છે. વેપાર-ધંધા, દુકાનો લારી-ગલ્લા રેસ્ટોરન્ટ, મંદિરો, જીમ વિગેરે ખૂલી શકે તો કોચીંગ ક્લાસ કેમ નહીં તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. છેલ્લા પંદર મહિનાથી ક્લાસીસ બંધ છે.

પરિણામે અમુક શિક્ષકો શિક્ષણના બદલે શાક-બકાલુ વેંચવા લાગી ગયા છે. કારણ કે તેમની અર્થિક સ્થિતિ કફોડી બની છે. ટ્યુશન કલાસ બંધ રહેતો તે સંચાલકો પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે, અન્ય શિક્ષકોને પગાર કેવી રીતે ચૂકવે. આથી સત્વરે કલાસીસ ખોલવાની મંજુરી આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...