રજુઆત:‘નાની હોડીવાળાને ખાડીમાં માછીમારી માટે છુટ આપો’

સલાયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંઠે માછીમારી કરનારા માટે માનવતાવાદી નિર્ણય લેવા રજુઆત

આગામી ચોમાસાને લક્ષમાં રાખી તા.1લી જુનથી તા.31 જુલાઇ સુધી બે માસ સુધી દરીયામાં માછીમારી પર પ્રતિબંધ છે.ઉકત બે માસ ચોમાસા દરમિયાન દરીયો તોફાની હોય છે તેમજ બે માસ માછલીઓના પ્રજજન સમય ચાલતો હોય,જેનો લાભ માછીમારોને મળે છે.સમુદ્રમાં માછલીઓનુ પ્રમાણ જળવાઇ રહે છે તેવુ વૈજ્ઞાનિકોનુ માનવુ છે.

આ પ્રતિબંધ ટોલરો તેમજ મોટી બોટો માટે બરોબર છે.પર઼તુ નાની હોડીવાળા ઉંડા સમુદ્રમાં જતા નથી પરંતુ કાંઠળ વિસ્તારમાં નાના પ્રમાણમાં માછીમારી કરી કેવળ ગુજરાન ચલાવે છે.આ નાની હોડીઓ ઉંડા સમુદ્રમાં ન જતા માછલીઓને પ્રજજનમાં ખલેલ પહોચી તથી.માત્ર કાંઠે જ માછીમારી કરી ગુજરાન ચલાવે છેતો માનવતાવાદી નિર્ણય લઇ નાની હોડીઓને કાંઠાળ વિસ્તારમાં માછીમારીની છૂટ આપવી જોઇએ. જે માટે સલાયા વેપારી મંડળના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...