જામનગર યૌનશોષણ કેસ:એટેન્ડન્ટ યુવતીઓને નિવેદન ફેરવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એટેન્ડન્ટ યુવતી, કોવિડ હોસ્પિટલ, જામનગર - Divya Bhaskar
એટેન્ડન્ટ યુવતી, કોવિડ હોસ્પિટલ, જામનગર

જામનગરની કોવિડ હોસ્પિટલના ચકચારી યૌનશોષણ મામલે તપાસ સમિતિ દ્વારા યુવતીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે તેની વચ્ચે પીડિત યુવતીએ તેમને નિવેદનો ફેરવવા માટે દબાણ કરવામાં આવે છે તેમજ વધારાના શબ્દો ઉમેરવામાં આવે છે તેવો ચોંકાવનારો આક્ષેપ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરની કોવિડ હોસ્પિટલના યૌનશોષણ મામલે કલેક્ટર દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિમાં એસડીએમ, ડેન્ટલ કોલેજના ડીન અને એએસપી દ્વારા પીડિત યુવતીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક પીડિત યુવતીએ તેમની વીડિયોગ્રાફી ધરાર કરવામાં આવી રહી છે તેમજ તેમને નિવેદનો ફેરવવા માટે દબાણો કરવામાં આવે છે તેમજ તેઓ જે લખાવે છે તેના કરતા વધુ લખવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કરતા તપાસ સમિતિની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. યુવતીના સરાજાહેર આક્ષેપથી ભારે ચકચાર મચી જવા પામી છે જેના કારણે સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો સહિતનાઓ રોષે ભરાયા છે.

અમને આડી-અવળી રીતે સવાલ પૂછવામાં આવે છે
અમને ખૂબ ફેરવી-ફેરવીને સવાલ પૂછાઇ રહ્યા છે. એ લોકોનું કહેવું એવું જ છે કે તમે અગાઉ કહ્યું તે ખોટું છે અને વાતને દબાવવા માંગે છે. ઉપરાંત 2-4 લીટીઓ વધારાની લખાય છે. > એટેન્ડન્ટ યુવતી, કોવિડ હોસ્પિટલ, જામનગર

યુવતીઓ ફરી નિવેદન આપી શકે
પીડિત યુવતીઓની વીડિયોગ્રાફી નિવેદન વખતે થઈ છે તે ગુપ્ત રહેશે તેને કોઈ કાળે જાહેર કરવામાં કે રિલિઝ કરવામાં નહીં આવે તેમજ જે યુવતીઓને નિવેદન બાબતે કંઈ પણ વાંધો હોય તો તેઓ પરત નિવેદન આપી શકે છે. > આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...