આક્ષેપ:મહાપાલિકાની ટેન્ડર પ્રક્રિયાને ભ્રષ્ટાચારે ભરડો લીધાનો આક્ષેપ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર બંધ કરાવવા વિપક્ષી મહિલા કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને ઈમેઈલથી રજુઆત કરવામાં આવી છે.વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મેઈલ કરેલી રજુઆતમાં જણાવાયું છે કે, કોર્પોરેશનમાં રસ્તા, લાઈટ, પાણીની અને ભુગર્ભની કે અન્ય કામગીરીના જે ટેન્ડરો ભરવામાં આવે છે. તેમાં સ્થાનિક એજન્સી કે સ્થાનિક કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળતું નથી. જિલ્લા બહારની એજન્સીઓને ટેન્ડર મળવાથી મુશ્કેલીઓ ઉભી થાય છે.

કારણકે જામનગર સિવાયના કોઈપણ બહારના વ્યક્તિ કે પેઢીને ટેન્ડર મળવાથી પેટામાં કામ આપી દેવામાં આવે છે. જે કામો પુરા થઈ જાય પછી બહારના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતની સ્થાનિકોની ફરિયાદ કે કોર્પોરેટરોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી.

બહારના કોન્ટ્રાક્ટર કામ પુરું થયા બાદ ચાલ્યા જાય છે. ગેરેન્ટી પીરીયડમાં કામની ફરિયાદ હોય તો તેનો નિકાલ આવતો નથી. ટેન્ડરો ઓછા ભાવથી ભરીને ભયંકર ભષ્ટાચાર થાય છે. કોર્પોરશેનમાં ભ્રષ્ટાચાર અટકાવવા અને અધિકારીઓની મીલીભગત અને ભાગબટાઈ થતી બંધ કરવા સ્થાનિક એજન્સી અને કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળે તેમજ જે વ્યક્તિને ટેન્ડર લાગે તેને પેટા ટેન્ડર તે પેટા ન આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા કોર્પોરેટરે રજુઆતના અંતે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...