સુવિધા:મેડિકલ કોલેજ કેમ્પસની તમામ 16 ઈમારતો નવી બનાવાશે

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકપણ ઇમારતનો વપરાશ નહિ કરવા પીઆઇયુએ ભલામણ કરીને લેખિત રિપોર્ટ આપતા હલચલ
  • નવી બનાવવા માટે દરખાસ્ત કરાઈ

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ કમ્પાઉન્ડ સ્થિત 16 જેટલી સરકારી ઈમારતોનો વપરાશ નહીં કરવા યોજના અમલીમરણ એકમ (પીઆઈયુ) દ્વારા લેખિતમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે, જો કે લાંબા સમયથી આ ઈમારતોનો વપરાશ બંધ જ કરી દેવામાં આવ્યો છે. જ્યાં હવે નવી ઈમારત બનાવવા માટેની દરખાસ્ત મેડિકલ કોલેજ દ્વાર કરવામાં આવનાર છે.જામનગરની મેડિકલ કોલેજ કમ્પાઉન્ડની જુદી જુદી બિલ્ડીંગની સ્ટ્રેન્ધ માટેના જુદા જુદા પ્રકારના ટેસ્ટીંગ કરાવવામાં આવ્યા હતાં.

જે બિલ્ડીંગ જી-5 કેટેગરીમાં આવે છે, પરંતુ તે જર્જરિત હાલતમાં હોય તેનો વપરાશ કરવો હિતાવહ નથી. આથી તેનો વપરાશ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે.જે 16 સરકારી ઈમારતોનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં હોસ્ટેલ નબર 1, ર અને 3, નર્સીંગ હોસ્ટેલ, જુની લેડીઝ હોસ્ટેલ, સી ટાઈપ ક્વાટર્સ (પાંચ), ડીન બંગલો અને બી-ટાઈમ સ્ટાફ ક્વાટર્સ (5) મળી કુલ 16 ઈમારતોનો સમાવેશ થાય છે.\

જો કે, મળતી માહિતી મુજબ આ તમામ 16 ઈમારતોનો ઉપયોગ તો લાંબા સમયથી બંધ જ કરી દેવામાં આવ્યો છે. આ જગ્યામાં નવી ઈમારતોનું બાંધકામ કરવા માટે આગામી સમયમાં દરખાસ્ત કરવામાં આવનાર છે. આમ આગામી સમયમાં મેડિકલ ક્ષેત્રમાં જામનગરમાં વધુ સુવિધા પ્રાપ્ત થશે તેમ જાણવા મળે છે.

વાર્ષિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે: ઈજનેર
એમ.પી. શાહ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલને લગત બિલ્ડીંગોનું વાર્ષિક ઈન્પેકશન અને અહેવાલ તૈયાર થતા હોય છે. જેમાં આ 16 ઈમારતો હાલ જર્જરિત જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડીંગો હાલ વપરાશમાં નથી પરંતુ તેમની જગ્યાએ નવી બનાવવાની થાય તેમ છે. - દીપક કણઝારિયા, નાયબ કાર્યપાલક ઈજનેર, પીઆઈયુ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

આ અહેવાલ પરથી અમે રિપોર્ટ આપીશું: ડીન
પીઆઈયુનો આ વાર્ષિક અહેવાલ દર વર્ષે આવતો હોય છે તેના પરથી અમો દર વર્ષની અમારી જરૂરિયાત કઈ પ્રકારની છે તેમજ આ બિલ્ડીંગમાં હવે કઈ વધારાની સુવિધાઓ હોવી જોઈએ તે નક્કી કરી તેનો અહેવાલ સરકારમાં મોકલીએ છીએ જે મંજૂર થયે બનાવવામાં આવે છે. - નંદિની દેસાઈ, ડીન, મેડિકલ કોલેજ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...