તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:હાલારના તમામ 39 જળાશયો છલકાયા, શહેરને આખું વર્ષ પાણીનો પ્રશ્ન નહીં રહે

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ઉનાળુ પાક લઇ શકશે
  • પૂરતા પ્રમાણમાં વરસાદથી હાલારના ડેમો છલકાયા

દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી હાલારના તમામ જળાશયોમાં હાલ 100 ટકા જળસ્ત્રોત ઉપલબ્ધ છે. હાલારમાં 39 ડેમ આવેલા છે. જે તમામ ડેમો આ વર્ષે ભારે વરસાદથી છલકાયા છે. હાલ કેટલાક ડેમો ઓવરફ્લો પણ છે. ચાલુ વર્ષે ભારે વરસાદ થતા કલ્યાણપુર પંથક અને જોડિયા પંથકમાં ખેડૂતોને ખેતરોમાં પાક પણ ધોવાઇ ગયા છે. ત્યારે જળાશયોમાં જળસ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ખેડૂતો ઉનાળુ વાવેતર પણ આરામથી લઇ શકશે.

જામનગર જિલ્લામાં 24 જેટલા ડેમ આવેલા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 ડેમ આવેલા છે.જે તમામ ડેમમાં હાલ પાણીનો સ્ત્રોત પુરતી માત્રામાં છે.છેલ્લા ઘણા વર્ષોથી હાલારમાં અપૂરતા વરસાદથી ખેડૂતો ઉનાળુ પાક લઇ શકતા ન હતા. ચાલુ વર્ષે મેઘમહેર થતા જળાશયોમાં 100 ટકા જળસ્ત્રોત છે. દ્વારકા જિલ્લામાં મેઘમહેર કહેરમાં પરિવર્તિત થતા ખેડૂતોના પાક ધોવાઇ ગયા છે. ડેમમાં પાણીનો સ્ત્રોત વ્યાપક માત્રામાં હોળી સુધી ખૂટી શકે તેમ ન હોવાથી ખેડૂતો ઉનાળુ પાક આરામથી લઇ શકશે.જામનગર જિલ્લાના 24 અને દ્વારકા જિલ્લાના 15 ડેમ છલકાયા છે.હાલ પણ કેટલાક ડેમ ઓવરફ્લો છે.

હાલાર પંથકના ક્યા ડેમમાં કેટલું પાણી ?
ડેમનું નામહાલનો જથ્થો (મી.ક્યુ.ફુટ)
સસોઇ1340.88
પન્ના247.41
ફુલઝર1396.11
સપડા186.10
ફુલઝર299.92
વિજરખી343.32
મીણસાર312.96
રણજીતસાગર910.00
ફોફડ2207.92
ઉડ-3137.38
આજી4955.10
રંગમતી112.87
ઉડ-12329.02
કંકાવટી225.77
ઉડ-21160.80
વોડીસંગ197.02
ફુલઝર560.91
560.9194.83
રૂપારેલ132.08
વનાણા248.00
બાલંભડી332.63
ઉમિયાસાગર44.47
વાગડીયા37.75
ઉંડ-458.85
ઘી384.75
વર્તૂ-1408.04
સોનમતી250.34
મીણસાર195.65
વેરાડી-2337.86
સાની11.14
વર્તૂ-2848.53
સિંધણી281.03
શેઢા ભાડથરી176.07
વેરાડી-1222.66
કબરકા143.51
ગઢકી322.94
સિંહણ338.15
મહાદેવીયા21.85
કંડોરણા34.15
અન્ય સમાચારો પણ છે...