ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પ્રશાસનની રાહ જોયા વગર અલિયાના ગ્રામજનો મચી પડ્યા...

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપના હાથ જગન્નાથ: વરસાદથી તુટેલો રસ્તો ગ્રામજનોએ JCBની મદદથી જાતે બનાવ્યો

જામનગરથી 18 કીમી દુર આવેલા અલીયા ગામમાં વરસાદી તારાજીથી રોડ તુટી જતાં અવરજવર સદંતર બંધ થઇ ગઇ હતી, ગ્રામજનોએ તંત્રની રાહ જોયા વિના બુધવારે જેસીબીથી જાતે જ આ રસ્તો બનાવી નાખ્યો હતો.

અલિયામાં પાણી વિતરણ ખોરવાતા પીવાનું પાણી નદીમાંથી ભરવા મજબૂર બન્યા, પાડોશી ગામ રામપરમાં ખબર પડી તો ત્યાંથી 8 ટેન્કર મોકલ્યા...

જામનગર જિલ્લાના જળપ્રલયના પગલે અલીયા ગામમાં પાણી વિતરણ પણ ખોરવાયું હતું. જેના પગલે ગ્રામજનોએ વહેતા નદી-નાળામાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બનવું પડયંુ હતું. આ ઘટના અંગે બાજુના ગામ રામપરમાં ખબર પડતા ત્યાંથી તરત જ પાણીના 8 ટેન્કર મોકલીને અલીયાના ગ્રામજનોને સધિયારો પુરો પાડયો હતો.

મેઘ પ્રલયમાં જીવ ગુમાવનારા પશુઓના મૃતદેહોનો જાતે જ નિકાલ

મેઘતાંડવે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેંકડો અબોલ પશુઓનો ભોગ લીધો છે, જેના મૃતદેહોનો નિકાલ કરવા માટે અલીયા ગામના લોકો બુધવારે જાતે જ કામે લાગી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...