સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો:અલિયાબાડા ગામે સગીરા પર બે શખ્સે દુષ્કર્મ આચર્યું, પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધી અટક કરી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીકના અલિયાબાડા ગામે રહેતા બે યુવાન દ્વારા શેખપાટની સગીર યુવતીને લલચાવી ફોસલાવીને ધાક ધમકી આપીને વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા સગર્ભા બની જતા ભાંડો ફૂટ્યો હતો અને બંને શખ્સ સામે સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી બંને શખ્સની અટક કરી તેમને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.

જામનગર નજીકના શેખપાટ ગામે રહેતા પરિવારની 15 વર્ષ અને 7 મહિનાની સગીર વયની પુત્રીને અલિયાબાડા ગામે રહેતા હરપાલસિંહ ઉર્ફે હપલી જાડેજા અને કિશન મકવાણા નામના બે શખ્સે તા.1-9-2021 થી અત્યાર સુધી વારંવાર લલચાવી ફોસલાવી ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આથી સગીરા ગર્ભવતી બની ગઇ હતી. જે અંગે તેની માતાને જાણ થતાં આખું પ્રકરણ બહાર આવ્યું હતું. આ બનાવ અંગે સગીરાની માતાએ બંને શખ્સ સામે પંચ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હરપાલસિંહ અને કિશન મકવાણાની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...