તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાફેરી પકડાઈ:જામનગરના ગુલાબનગર પાસે કારમાં દારૂની હેરાફેરી પકડાઈ

જામનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાલક સહિત બે ઝડપાયા, દારૂની 50 બોટલ-કાર કબજે કરાઈ

જામનગરના ગુલાનગર વિસ્તારમાં સીટી બી પોલીસે મોડીરાત્રે પુર્વ બાતમીના આધારે વોચ ગોઠવી એક કારને અટકાવી ઇંગ્લીશ દારૂની 50 બોટલ સાથે ચાલક સહિત બેને દબોચી લીઘા હતા.જે બંનેની સધન પુછતાછ હાથ ધરાઇ છે. જામનગરમાં સીટી બીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.બી.રાણા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસ ટુકડીને હાપા તરફથી એક કાર દારૂનો જથ્થો લઇને જામનગર તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે ગુલાબનગર નજીક રાત્રે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તેની તલાશી લેતા પાછળની ડેકીમાંથી ઇંગ્લીશ દારૂની 50 બોટલ મળી આવી હતી. આથી પોલીસે કારમાં સવાર યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજાને પકડી પાડી રૂ. 25 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઉપરાંત કાર સહિત રૂ.3.75 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા બંને આરોપી શખ્સોની સધન પુછતાછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.ચુંટણી પુર્વે દારૂની હેરાફેરી પર પોલીસની ધોંસથી આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો