તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં રંગમતી પાર્કમાંથી દારૂ ઝડપાયો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકાનધારકની ધરપકડ

જામનગરમાં રાજકોટ રોડ પર રાજપાર્ક વિસ્તારમાં રંગમતી પાર્કમાં એલસીબી પોલીસે એક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 30 બોટલ સાથે મકાનધારક શખ્સને દબોચી લીધો હતો.જેની પ્રાથમિક પુછપરછમાં દારૂનો આ જથ્થો જામનગરના શખ્સે સપ્લાય કર્યાનુ ખુલ્તા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

સ્થાનિક ગુના શોધક શાખાનો દરોડો,સપ્લાયરનુ નામ ખુલ્યું
જામનગરમાં એલસીબીના પી.આઇ. એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને રાજપાર્ક વિસ્તારમાં એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાનુ બાતમી મળી હતી જેના આધારે પોલીસે સેવા સદનવાળા ઢાળીયા પાસે રંગમતિ પાર્ક ખાતે હશન મુસાભાઇ કુરેશીના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા અંદરથી ઇંગ્લીશ દારૂની 30 બોટલ મળી આવી હતી. આથી પોલીસે મકાનધારક હશન કુરેશીને પકડી પાડી દારૂની ત્રીસ બોટલ અને મોબાઇલ ફોન સહિત રૂ.17 હજારની માલમતા કબજે કરી હતી.પ્રાથમિક પોલીસ પુછપરછમાં પકડાયેલા શખ્સે દારૂનો આ જથ્થો એજાજ રફીક ખલીફા(રે.લંઘાવાડનો ઢાળીયો)એ સપ્લાય કર્યો હોવાનુ કબુલ્યુ હતુ. પોલીસે સપ્લાયરની શોધખોળ સાથે દારૂ પ્રકરણની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...